ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૦/૦૨/૨૦૨૩ ના રોજ તનિષ્ક ફલેટ એ + બી, HDFC બેન્ક સામે, જીલ્લા લાયબ્રેરી પાસે માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.
ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન તનિષ્ક ફલેટ એ + બી, HDFC બેન્ક સામે, જીલ્લા લાયબ્રેરી પાસે માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ બિલ્ડીંગના અંદાજે ૨૫ થી ૩૦ જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફીસરશ્રી એસ.આર. નડીયાપરા, ફાયરમેન જયેશ ડાકી, સામત મોઢવાડીયા, તાજસીંગ હઠીલા, મૌલિક ચણિયારા, ડ્રાઇવર ભીખુભાઇ તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.