વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા કરવેરામાં વ્યાજ માફીની યોજનાનો લાભ લેવા અનુરોધ

Views: 65
0 0

Read Time:1 Minute, 51 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

     વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને જાહેર અપીલ કરવામાં આવે છે કે, રાજ્ય સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના લાગુ કરવામાં આવેલ છે. જેમાં કરદાતાઓ કરવેરાની તમામ રકમ એટલે કે મિલકતવેરો/શિક્ષણ ઉપકર/સફાઈવેરો/પાણીવેરો/લાઈટવેરો તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી ભરપાઈ કરી આપશે તેને ચડત વ્યાજ ૧૦૦% માફ કરી આપવામાં આવશે.

જે મિલકત ધારકોને માંગણા બીલો કે નોટીસ મળેલ ન હોય તેવા મિલકત ધારકોએ કરવેરા શાખામાં જૂનું માંગણા બીલ/નોટિસ સાથે લઈ નગરપાલિકા કચેરીનો સંપર્ક કરી હાલના માંગણા મુજબ ટેક્સ ભરપાઈ કરી જવા અને વ્યાજ માફીની યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. વ્યાજ માફી યોજનાનો લાભ તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં લઈ વહેલાસર ટેક્સ ભરપાઈ કરી જવા વેરાવળ-પાટણની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

વધુમાં વર્ષ ૨૦૨૩-૨૪ના નાણાંકિય વર્ષમાં વેરાની રકમ એડવાન્સ ટેક્સ તા.૩૧/૦૬/૨૦૨૩ સુધીમાં ભરપાઈ કરશે તેને મિલકતવેરા પર ૧૦% વળતર તેમજ ઈ-નગરની મોબાઈલ એપ કે ઈ-નગરના ઓનલાઈન સિટિઝન પોર્ટલ મારફતે સદરહું વેરાની રકમ ભરપાઈ કરવા પર વધુ ૫% વળતર મળવાપાત્ર થશે એમ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ચીફ ઓફિસર ચેતન ડુડિયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *