ગુજરાત ભૂમિ, બોટાદ
બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ૧૮ થી ૨૫ વર્ષની વયમર્યાદા ધરાવનાર ફક્ત પુરૂષ ઉમેદવારો માટે ઈનોવ સોર્સ પ્રા.લી.ના કરાર પર અદાણી સોલાર પીવી લીમીટેડ- મુંદ્રા, કચ્છ ખાતેના એકમ માટે એસોસીએટ ટ્રેઈની તથા ડીપ્લોમા ટ્રેઈનીની જગ્યા માટે આઈ.ટી.આઈ ટ્રેડ પાસ ઇન ઈલેક્ટ્રીશીયન અથવા વાયરમેન અને ડીપ્લોમા ઇન મીકેનીકલ અથવા ઈલેક્ટ્રીકલ પાસની લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા ઔધોગિક તાલીમ સંસ્થા, ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે તા.૨૩/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.
ઉક્ત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરવી.અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંકhttps://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. રોજગાર ઇચ્છુકોએ રીઝયુમ / બાયોડેટા, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ સાથે ભરતીમેળાના સ્થળ પર ઉપસ્થિત રહેવું નિયત ભરતીમેળામાં ભાગ વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક સાધવા ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.