ગુજરાત ભૂમિ, રાજકોટ
સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા બાળકો અને સ્ત્રીઓના “સ્વસ્થ માતા સ્વસ્થ બાળક” જેવા નવતર અભિગમને કૃતાર્થ કરવા માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના “MMY” અંતર્ગત સમગ્ર ગુજરાતમાં યોજનાકીય લાભો આપવાની એપ્રિલ – ૨૨થી શરૂઆત કરવામાં આવેલ હતી. “પોષણ ૧૦૦૦ સોનેરી દીવસ” અંતર્ગત રાજયના ૦ થી ૨ વર્ષના બાળકો ધરાવતી માતાઓ તથા બાળકોનું પોષણસ્તર વધે તેવા ઉમદા હેતુથી અને કુપોષણ મુક્ત ગુજરાતના સ્થાને સુપોષણ યુક્ત ગુજરાત કાર્યક્રમની ફલશ્રૂતીરૂપે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ સરકારની ગાઈડલાઈન અનુસાર MMY યોજનાના લાભાર્થીઓને નિયમીત લાભો આપવાની શરૂઆત કરવામાં આવેલ હતી.
સરકાર દ્વારા નિયમીત પૌષ્ટિક આહારમાં ચણા, તુવેરદાળ અને તેલ જેવી અગત્યની ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ તમામ ખાદ્યસામગ્રી સરકાર દ્વારા નિયમિત ફાળવવામાં આવેલ છે અને આ તમામ પૌષ્ટિક ખાદ્યસામગ્રી પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા નિયમીતરૂપે આંગણવાડી ખાતેથી વિતરણ કરવામાં આવે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા ખાતે પાત્રતા ધરાવતા કુલ ૫૦૪૧ લાભાર્થીઓ યોજનાનો લાભ લઇ રહ્યા છે. એટલે કે કુલ લાભાર્થી પૈકી એન.એફ.એસ.એ. કાર્ડ પૈકીના કુલ ૧૦૦% લાભાર્થીઓ સરકારની MMY યોજનાનો લાભ લઇ રહ્યા છે. યોજનાનાં સફળ અમલીકરણ માટે આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર,સી.ડી.પી.ઓ. અને મુખ્ય સેવિકા દ્વારા વધુ લાભાર્થીઓ લાભ મેળવે તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે.