ગુજરાત ભૂમિ, ભુજ
સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા કચ્છ જિલ્લાના પ્રવાસે છે. તેઓએ આજે બીજા દિવસે ભુજના મડવર્કના કારીગરોની મુલાકાત લઈને તેમને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. મડવર્ક પ્રોડક્ટ કેવી રીતે તૈયાર થાય છે તેની કામગીરીને રાજ્યમંત્રીએ ઝીણવટપૂર્વક નિહાળીને તેઓએ કારીગરોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. તેઓએ કારીગરો સાથે મુક્ત મને મડવર્ક વિશે ચર્ચા કરીને જરૂરી વિગતો મેળવી હતી. વોકલ ફોર લોકલના ધ્યેય સાથે આ મડવર્ક આર્ટને પ્રસિદ્ધિ મળે તે દિશામાં કામગીરી કરવા રાજ્યમંત્રીએ સૂચન કર્યું હતું.
આ પ્રસંગે કુંભાર ઝુબેર, કુંભાર અફસાના, કુંભાર રેહાના, સમા અંજુમન અને સમા મોહસીનાએ પોતાની મડવર્કની કારીગરી અંગે રાજ્યમંત્રીને માહિતીગાર કર્યા હતા. કારીગરોએ પોતાની કૃતિ રાજ્યમંત્રીને ભેટમાં આપી મુલાકાત બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.