ગુજરાત ભૂમિ, રાજકોટ
શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સહ સંયોજક વિજયભાઈ કારીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તાજેતરમાં અખિલ કોટક પ્રોડકશન અને પુષ્પરાજ ગુંજન એન્ટરટેઈન્મેન્ટ ધ્વારા નિર્મિત સસ્પેન્સ, થ્રીલર ગુજરાતી ફિલ્મ ‘ગુમ’ નું ખાતમુર્હુત શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, શહેર ભાજપ મીડીયા સેલ ઈન્ચાર્જ રાજન ઠકકર અને શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સંયોજક વિજયભાઈ કારીયા, અભિષેક કારીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ તકે હરેશભાઈ જોષી, રાજન ઠકકર અને વિજયભાઈ કારીયાએ જણાવેલ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફીલ્મ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવતુ જાય છે.
ગત વર્ષે અનેક ગુજરાતી ફિલ્મોએ રૂપેરૂ પડદે નોંધપાત્ર પ્રદર્શન કર્યુ હતુ ત્યારે ગુજરાતી ફીલ્મ નિર્માણ, અભિનય, લેખન અને સંગીત ક્ષેત્રે અનેક યુવા પ્રતિભાઓ પોતાની કલા નીખારતી જાય છે અને દર્શકોના ટેસ્ટ મુજબ રોમેન્ટીક, સસ્પેન્સ, થ્રીલર, ડ્રામા જેવા વિવિધ વિષયો ધરાવતી ફિલ્મો રીલીઝ થઈ રહી છે અને દર્શકો પણ વિવિધતાસભર વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મોને બહોળો પ્રતિસાદ આપી રહયા છે ત્યારે રાજકોટના યુવા પ્રોડયુસર અને કલાકાર અખિલ કોટકએ ગત વર્ષે એટલે કે ર૦રરમાં એક સાથે ૩ વિવિધ વિષયો ધરાવતી ફિલ્મનુ નિર્માણ કરીને થિયેટરમાં રિલીઝ કરી હતી ત્યારે આ વર્ષે પણ અખિલ કોટક ધ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગુમ’ એકદમ અલગ કોન્સેપ્ટ સાથે રાજકોટની ટીમ ધ્વારા શૂટિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ વિશે વધુ માહિતી આપતા વિજયભાઈ કારીયાએ જણાવેલ કે ‘ગુમ’ ફિલ્મના એસોસિયેટ ડાયરેકટર તરીકે પુષ્પરાજ ગુંજન, ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ આસિફ અજમેરીએ લખ્યા છે. રાહી રાઠોડ અને રોહિત નેહલાની એ મુખ્ય અભિનય કર્યો છે. ફિલ્મનું ટાઈટલ સોંગ નીરજ વ્યાસ અને કશિશ રાઠોડેના કંઠે ગવાયુ છે. ગીતના લેખક તરીકે ડો. નીરજ મહેતા અને લાઈન પ્રોડયુસર તરીકે પ્રતિક વડગામા, મેકઅપ આર્ટિસ્ટ તરીકે જાગૃતી ગાંધી અને કોમલ દેસાઈએ સંપૂર્ણ પ્રોડકશન ડિઝાઈન કરી છે. અંતમાં હરેશભાઈ જોષી, રાજન ઠકકર અને વિજયભાઈ કારીયા, અભિષેક કારીયા સહિતના એ ફિલ્મના પ્રોડયુસર–કલાકાર અખિલ કોટક અને ફિલ્મની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી.