ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તા. ૧૪-૦૨-૨૦૨૩ના રોજ વોર્ડ નં. ૦૭ વોર્ડ ઓફિસ ખાતે વિવિધ કામગીરી અંગે રીવ્યુ મીટિંગ કરી હતી તેમજ બાંધકામ, આરોગ્ય, ફરિયાદોના નિરાકરણ, આંગણવાડી, કોર્પોરેશનની શાળા, સ્વચ્છતા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ટેક્સ સહિતની બાબતો અંગે પ્રેઝેન્ટેશન થકી રીવ્યુ મીટિંગ કરવામાં આવી હતી. આજની મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાની વિઝિટ દરમ્યાન સિટી એન્જી. એચ. એમ. કોટક, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, પી.એ. (ટેક.)ટુ હિમાંશુ દવે, આસી. મેનેજર એન. એમ. આરદેશણા, આસી. મેનેજર આર. એમ. ગામેતી, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મેતા, એ.ટી.પી. ધીરેન કાપડિયા, ડી.ઈ.ઈ. પટેલીયા, વોર્ડ ઓફિસર સિધ્ધાર્થ પંડ્યા વિગેરે સાથે હાજર રહ્યા હતા.