ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૧૪-૦૨-૨૦૨૩ના રોજ ૧૬૭મી બોર્ડ બેઠક ચેરમેન અમિત અરોરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવા બાબત.
· પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણધીન ૧૯૨ MIG પ્રકારના આવાસોની (૬૦.૦૦ ચો.મી. કાર્પેટ એરીયા સાથે) નિયત લાભાર્થી ફાળા રૂા.૨૪.૦૦ લાખમાં રૂા.૬.૦૦ લાખનો ઘટાડો કરવા નિર્ણય કરેલ.
· પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જુદા-જુદા ૯(નવ) સ્થળે ૩૧(એકત્રીસ) બોરની કામગીરી પીવાના પાણી માટે કામગીરી કરવા બહાલી આપી.
· રીંગરોડ-૨ ફેઝ-૩ ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવે સુધીના રસ્તાના પથરેખામા આવેલ હયાત રેલવે ફાટકને શીફ્ટ કરવા માટે રેલવે વિભાગને જરૂરી ડિપોઝીટ અને ડાયવર્ઝન માટે બહાલી આપવામાં આવી.
· લાપાસરી ગામથી રીંગરોડ-૨, ફેઝ-૩ (૭૫.૦મી. ડી.પી. રોડ)ને જોડતા એપ્રોચ રસ્તાના ડામર કામને બહાલી આપવામાં આવી.
· સત્તામંડળના સને-૨૦૨૧-૨૨ના વાર્ષિક હિસાબોને બહાલી આપવામાં આવી.
· સત્તામંડળનાં સમગ્ર શહેરીકરણ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.૪૦ (સોખડા-આણંદપર(નવાગામ))ની નકકી થયેલ ઔધ્યોગિક અને રહેઠાણ જોન મુજબ બે અલગ-અલગ ટી.પી. સ્કીમની સરકારમાં દરખાસ્ત કરવા મંજુરી આપેલ છે.
· પ્રપોસ રીંગરોડ ફેઝ-૫ મોરબી રોડથી અમદાવાદ રોડ સુધીના રોડની બંને બાજુ ૫૦૦મીટરના વિસ્તારને અમલી દ્રિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ માં ઝોન ફેર માટે દરખાસ્તને મંજુરી આપેલ છે.
આ બોર્ડ બેઠકમાં રૂડાના ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, રૂડાના સી.ઈ.એ. આર.એસ.ઠુમર, કલેકટર ના પ્રતિનિધિ તરીકે કે.જી. ચૌધરી, મુખ્ય નગર નિયોજક નાપ્રતિનિધિ તરીકે ડી.આર.પાઠક તથા RMCના સીટી એન્જી. એચ.યુ.દોઢીયા હાજર રહેલ હતાં.