ગુજરાત ભૂમિ, અમદાવાદ
ગાંધીનગર જિલ્લામાં આજથી સશકત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનો આરંભ માણસાના તખતપુરા ખાતે થયો હતો. આ મેળા અંતર્ગત કિશોરીઓને તેમના હક, શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય, કાનુની જોગવાઇઓ, સરકારની મહિલાલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આગામી તા. ૦૬, ૦૯ અને ૧૦મી જાન્યુઆરીના રોજ આ મેળા અલગ અલગ તાલુકામાં યોજાશે. માણસા ખાતે યોજાયેલ મેળામાં ૪૦૦ જેટલી કિશોરીઓ સહભાગી બની હતી. બેટી બચાવો બેટી પઘાવો અંતર્ગત યોજાયેલા આ કિશોરી મેળામાં લગભગ ૧૦ જેટલા સ્ટોલ રાખી આરોગ્ય, બેંક, શિક્ષણ, આશા વર્કર બહેનો દ્વારા બનાવેલ પુર્ણા આહાર વાનગીઓ, રોજગાર વગેરે જેવી સુવિધાઓ સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થળ પર તાત્કાલિક હિમોગ્લોબિન ચેક કરાવાની સુવિધા પણ કરાઈ હતી. કાર્યક્રમ દરમ્યાન વિવિધ યોજનાઓના લાભો વિશેની માહિતી મહાનુભાવો દ્વારા આપવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓને ભવિષ્યમાં માત્ર શારિરીક જ નહી પરંતુ આર્થિક સામાજીક અને કાનુની સેવાઓનોની જાણકારી આપવાનો હતો. જેમાં પ્રોગ્રામ ઓફીસર પારૂલબેન નાયકે શાબ્દિક સ્વાગત સંબોધન કરી મેળાની રૂપરેખા અને ઉદ્દેશ સમજાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કિશોરીઓને જુદાજુદા ક્ષેત્રની ઉંડાણ પુર્વક માહિતી અપાઈ હતી. જેમા સ્વાતિબેન સી.ડી.પી.ઓ, માણસા, આઈ.સી.ડી.એસ અંતર્ગત પુર્ણા યોજનાની વિસતૃત માહિતી આપી હતી. મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગરભાઈ જસાણી દ્વારા ૧૮૧ અભયમ્ હેલ્પ લાઈન, સખી વસ્ટોપ, વર્કિગ વુમન હોસ્ટેલ, સ્વધારા ગૃહયોજનાની સંપુર્ણ માહિતી આપી તેના લાભ અંગે કિશોરીઓને માહિતગાર કરી હતી. મહિલાલક્ષી કાયદાઓ અને મહિલા સુરક્ષા પ્રકલ્પની માહિતી જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડો.પુજાબેન આર.ડોડીયા તથા કિશોરો તથા બાળકોને લગતી વિવિધ સુરક્ષા યોજના તથા હક અને કાયદા વિશેની માહિતી જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, સમાજ સુરક્ષા ખાતુ ક્ષેત્રીય કાર્યકર પિન્કીબેન રાવળ દ્વારા આપવામાં આવી. કાનુની સહાય તથા કિશોરીઓને લગતા કાયદાઓની જોગવાઈ અંગે પેનલ એડવોકેટ બિપીનભાઈ જાની, કિશોરીઓમાં શિક્ષણનું મહત્વ અને ઓપન સ્કુલ માટેની જાણકારી કોર્ડિનેટર બી.આર.સી માણસા દ્વારા તથા જીલ્લા શ્રમ અને રોજગાર કચેરીના કાઉન્સેલર નિર્મલભાઈ પટેલ દ્વારા સરકારની ચાલતી વિવિધ આઇ.ટી.આઇ અને કે.વી.કેના કોર્ષ વિષેની માહિતી આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો.અનિતાબેને કિશોરીઓને મુંઝવતો સૌથી મોટો પર્શ્ન માસિક ધર્મ અને તેને લગતી તકલીફો તથા ઉપાયોની માહિતી આપી હતી. આ સિવાય એફ.એલ.સી રમેશભાઈ પરમારે બેંક અને પોસ્ટમાં ચાલતી દિકરીઓ માટેની સુકન્યા સમૃદ્ધિ જેવી ભવિષ્ય સુનિશ્ચિત કરનારી યોજનાઓથી હાજર સૌને માહિતગાર કર્યા હતા. સામાન્ય ન્યાય સમિતીના ચેરમેન જાગૃતિ બેન પણ આ પ્રસંગે હાજર રહી કિશોરીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. આ કાર્યક્રમ ચાવડા પ્રિયાંશી અરવિંદસિંહ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઠાવો, ઠાકોર ખુશ્બુ અમથાજી દ્વારા પુર્ણા યોજના, જયસ્વાલ દિવ્યા રાજેશકુમાર તથા ઠાકોર અંકિતા પ્રકાશજી દ્વારા શિક્ષણમાં પુન:પ્રવેશની સાફલ્ય ગાથા રજુ કરવામાં આવી હતી. આ કિશોરીઓને પ્રોત્સાહન રૂપે પુર્ણા કપ ભેટમાં આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત સર્વેએ કિશોરીઓને તેમના હક, શિક્ષણ, સશ્ક્તિકરણ, પોષણ, સ્વસ્થ, દિકરા અને દિકરીના ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.