ગુજરાત ભૂમિ, ભાવનગર
ભાવનગરના રહેવાસી મિતુલભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે અકસ્માતમાં દિવ્યાંગ થયેલ તેઓ બેટરી સંચાલિત મોટર સાયકલ થકી ફરી પગભર થશે અને સામાન્ય વ્યક્તિની માફક જીવન જીવી શકશે. ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ઉપક્રમે દિવ્યાંગો માટે નિ: શુલ્ક સહાયક ઉપકરણ વિતરણનું પંડિત દિનદયાળ આરોગ્યધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૩૭ દિવ્યાંગોને ૨૪.૮૧ લાખના 243 સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે ઉપસ્થિત ભાવનગરના લાભાર્થી મિતુલભાઈ ખુશાલભાઈ ચૌહાણે અકસ્માતમાં તેઓના બંને પગ ગુમાવી ચૂક્યા હતા જેથી તેઓને નોકરી છૂટી ગઈ હતી અને ઘરે બેસવાનો વારો આવ્યો હતો આમ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો સીએસઆર કાર્યક્રમ અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તેમને બેટરી સંચાલિત મોટરસાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આથી તેઓ ફરીથી પગ ભર થઈ શકશે તેમ જ પોતાની દૈનિક કામગીરી માટે બીજા પર નિર્ભર રહેવું પડશે નહિ. સામાન્ય વ્યક્તિની માફક જીવન જીવી શકશે તેમ જણાવ્યું હતું.
