કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના ત્રણ કર્મચારીઓની મહામહિમ રાષ્ટ્રપતિના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી

Views: 269
1 0

Read Time:3 Minute, 4 Second

ગુજરાત ભૂમિ, ભૂજ

  પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે મહામહિમ રાષ્ટ્રપતિના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.  

        પસંદગી પામેલ અનિલકુમાર છોટાલાલ ગાંધી – ( સુબેદાર સ્ટાફ ઓફિસર) નં.૨ બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે વર્ષે ૧૯૮૯માં હવાલદાર એકાઉન્ટન્ટની જગ્યા પર ભરતી થયેલ તેઓને વર્ષ-૨૦૦૧માં નાયબ સુબેદાર પ્લાન કમાન્ડરમાં બઢતી મળેલ તથા વર્ષ-૨૦૨૧માં સુબેદાર સ્ટાફ ઓફિસર (વર્ગ-ર)માં બઢતી મળેલ છે. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો વ્યવસ્થા/ જેલ ફરજ/ રાજય તથા રાજય બહાર ચૂંટણીની ફરજો બજાવેલ છે. હાલમાં તેઓ અત્રેની બટાલિયનમાં ઉપાડ અને વહેંચણી અધિકારીનો હવાલો સંભાળે છે. તદઉપરાંત નાગરિક સંરક્ષણની કચેરી ભુજમાં તાલીમ અધિકારી તરીકેનો વધારાનો હવાલો સંભાળે છે.

         દિલીપસિંહ જટુભા જાડેજા ( સુબેદાર કંપની કમાન્ડર) નં. ૨ બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે વર્ષ ૧૯૯૦માં નાયક કલાર્કની જગ્યાએ ભરતી થઇ ત્યારબાદ ઉતરોતર બઢતી મળતાં ૨૦૦૧માં હવાલદાર કવાટર માસ્ટર, વર્ષ- ૨૦૧૦માં નાયબ સુબેદાર પ્લાટૂન કમાન્ડર તથા વર્ષ-૨૦૨૨માં સુબેદાર કંપની કમાન્ડર (વગૅ-ર)માં બઢતી મળેલ છે. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો વ્યવસ્થા/ જેલ સુરક્ષા /રાજય તથા રાજય બહાર ચુંટણીની ફરજો બજાવેલ છે. હાલમાં તેઓ નં.૧ બટાલિયન બોર્ડરવિંગ પાલનપુર (બી.કે) ખાતે ફરજ બજાવી રહેલ છે.

રતનભાઇ કાળાભાઇ ભદ્રુ (હવાલદાર કવાટર માસ્ટર) – નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે વર્ષ ૧૯૮૯માં વર્ગ-૪ની જગ્યાએ ભરતી થયા બાદ વર્ષ ૨૦૧૦માં નાયક કલાર્કની જગ્યાએ નિમણુંક આપવામાં આવેલ ત્યાર બાદ વર્ષ્ -૨૦૧૭માં હવાલદાર કવાટર માસ્ટરમાં બઢતી મળેલ છે. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો વ્યવસ્થાની ફરજ/ રાજય તથા રાજય બહાર ચૂંટણી ફરજ/ જેલ ફરજ અને કચેરીની હિસાબી તેમજ વહિવટી નિભાવેલ છે. હાલમાં તેઓ નાયબ સુબેદાર કવાટર માસ્ટરનો વધારાનો હવાલો સંભાળે છે.

આ એવોર્ડ મળવા બદલ આ ત્રણે કર્મચારીઓને પશ્ચિમ કચ્છ એસ.પી તથા બટાલિયન કમાન્ડન્ટ  સૌરભસિંઘે અભિનંદન પાઠવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *