ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળો યોજાયો

Views: 59
0 0

Read Time:3 Minute, 47 Second

ગુજરાત ભૂમિ , ભાવનગર

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય આયોજિત બેટી બચાવો બેટી પઢાવો યોજના તથા “પૂર્ણા” યોજનાનાં સંયુકત ઉપક્રમે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન શિશુવિહાર સંસ્થા, ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. દિકરીઓના જન્મને વધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવા ઉક્ત રાષ્ટ્ર વ્યાપી અભિયાન અંતર્ગત દિકરીઓનાં જન્મ, દેખરેખ (પાલન-પોષણ) અને કોઈપણ પ્રકારનાં જાતિગત (લૈંગિક) ભેદભાવ વિના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેના શિક્ષણને સુનિશ્ચિત કરી દિકરીઓને સમાન અધિકારો સાથે દેશની સશક્ત નાગરીક બની શકે તે માટે ભારત સરકારની થીમ “કિશોરી કુશળ બનો” હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૮૧ એપ્લીકેશન, આઈ.ટી.આઈ. કોર્સ, આઈ.સી.ડી.એસ. અંતર્ગત પૂર્ણા યોજના, કિશોરીઓના આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ, એનિમિયાના નિરાકરણ માટે લેવાતા પગલા, કિશોરી તથા બાળકોની સુરક્ષા, મફત કાનૂની સહાય, ઓપન સ્કુલ, મીલેટના મહત્વ અને પોષણ વાટિકા જેવા અનેક વિષયો અને યોજનાઓ વિષે જાણકારી કિશોરીઓ, માતાઓ અને મહિલાઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કલેકટરશ્રી ડી. કે. પારેખે જણાવ્યું હતું કે મહિલાઓનાં સશક્તિકરણ માટે રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત છે આવી યોજનાઓનો લાભ લેવો તે આપણી નૈતિક ફરજનો ભાગ છે. આઈ.ટી.આઈ.માં ચાલતા મહિલાલક્ષી કોર્ષ ફુડ પ્રોસેસીંગ, સીવણકામ, ફેશન ડિઝાઇનિંગ થકી આત્મનિર્ભર બની શકાય છે. દીકરી પોતે આત્મનિર્ભર થઇ ૫ હાજર ને ૫૦ હાજરમાં પરિવર્તન કરવાની ક્ષમતાં ધરાવે છે. આ ક્ષમતાં દ્વારા તે સમાજ માં આત્મ-સમ્માન સાથે ખુશાલી ભર્યું જીવન જીવી શકે છે. મેયર કિર્તીબાળા દાણીધારીયાએ જણાવ્યું હતું કે મહિલાઓ કુશળ કાર્યશૈલીથી પોતાના ભવિષ્યનું શ્રેષ્ઠ સર્જન કરી શકે છે પોતાના જીવનનું સંચાલન કઈ રીતે કરવું એ આપણી કુશળતા ઉપર આધારિત છે. ગુજરાત સરકારે તેના માટે અનેક વિધ યોજના ઉપલબ્ધ કરેલ છે. સ્વબચાવ માટે જુડો અને કરાટે જેવા ક્લાસીસ કરી કૌશલ્ય વિકાસ કરી શકાય છે. આ કાર્યકમમાં ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા, શિશુવિહાર સંસ્થાના મંત્રી નાનકભાઇ ભટ્ટ, સોશ્યિલ કમિટી ના ચેરમેન શ્રીમતી ઉષાબેન બધેકા, સોશ્યિલ કમિટીના સભ્યઓ મૃદુલાબેન પરમાર, મોનાબેન પારેખ, મહિલા અને બાળ વિકાસ અધિકારી હેતલબેન દુધરેજીયા, પી. ઓ. મેડમ શારદાગૌરી દેસાઈ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે. એચ મોરિયાણી, SHE ટીમ ના સભ્યઓ, કોર્પોરેટરઓ તથા આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *