ભાવનગર જિલ્લામાં તા. 3 ફેબ્રુઆરીના રોજ આશરે ૨૩૮ હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાશે

Views: 52
0 0

Read Time:2 Minute, 27 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

ભાવનગર જિલ્લામાં આગામી શુક્રવાર તા.૦૩/૦૨/૨૦૨૩ના રોજ જિલ્લાના આશરે ૨૩૮ જેટલા હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૪૮ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પેઇન મોડમાં ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાશે. કેમ્પનો સમય સવારના ૧૦ થી બપોરના ૪ વાગ્યા સુધીનો રહેશે. ૩૦ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો કે જેને ડાયાબીટીસ થવાની સંભાવનાઓ રહેલી છે તેઓની સત્વરે તપાસ કરાવી તાત્કાલીક નિદાન કરવામાં આવે તો આ રોગના કારણે થતી આડઅસરોથી જનમાનસને બચાવી તંદુરસ્ત જીવન આપી શકાય છે.

સરકાર દ્રારા ૧૦૦ દિવસના સંકલ્પો નિયત કરવામાં આવેલ છે. જે પૈકી આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની ૧૬ યોજનાઓ પરત્વે કામગીરી કરવાની સુચનાઓ છે જે પૈકી કેન્સર, ડાયાબીટીસ, કાર્ડીયોવાસ્કયુલર રોગો અને સ્ટ્રોકના નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ એવા બીનચેપી રોગો કાર્યક્રમના સફળ અમલીકરણ માટે દર શુક્રવારે નિરામય કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આ કેમ્પમાં સ્થળ પર જ કોમ્યુનીટી બેઝડ એસેસમેન્ટ ચેક લીસ્ટ ફોર્મ ભરવામાં આવશે અને જે લોકોને ડાયાબીટીસ ૧૪૦ થી વધારે આવશે તેઓને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવશે. આ ઉ૫રાંત ડાયાબીટીસના પ્રમાણને નિયંત્રણમાં લાવવા માટે યોગ તથા અન્ય પધ્ધતીઓ વિશે આરોગ્ય વિષયક માહીતી આપવામાં આવનાર છે.

આમ, આ કેમ્પમાં ૩૦ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોના ડાયાબીટીસની ચકાસણી કરવામાં આવનાર હોય તથા ચુંટાયેલ તમામ જનપ્રતિનિધીઓ લગત ગ્રામ્યકક્ષાના કેમ્પમાં પ્રેરક ઉપસ્થિત રહેનાર હોય બહોળા પ્રમાણમાં કેમ્પનો લાભ લેવા સમગ્ર વહીવટીતંત્ર દ્રારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *