ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૧-૦૧-૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૮ કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર દ્વારા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.
આ પ્રસંગેમ્યુનિ. કમિશનરએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો.
જાન્યુઆરી-૨૦૨૩નાં છેલ્લા દિવસે નિવૃત્ત થનાર સ્ટાફ (૧) ભાદર યોજનાના કેમીસ્ટ કેતન એ. મેસવાણી (૨) વોટર વર્કસ આઉટડોર શાખાના પેટ્રોલર ધીરુભાઈ નાનજીભાઈ મેઘાણી (૩) જનરલ કન્ઝર્વંશી શાખાના લેબર રામજીભાઈ બચુભાઈ બારૈયા (૪) સ્પેશિયલ કન્ઝર્વંશી શાખાના લેબર અનવર જુમાભાઈ દાઉદાની (૫) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મુકાદમ ખોડાભાઈ ચકુભાઈ ગોરી (૬) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મુકાદમ હિરાભાઈ તેજાભાઈ સરેસા (૭) ટેક્સ વિભાગના સિનીયર ક્લાર્ક નાનજીભાઈ ગાગજીભાઈ રખૈયા (૮) અર્બન મેલેરિયા વિભાગના મેલેરિયા ઇન્સ્પેક્ટર ભરતકુમાર વસંતરાઈ વ્યાસ (૯) અર્બન મેલેરિયા વિભાગના ફિલ્ડ વર્કર હુસેન કાસમભાઈ શેખ (૧૦) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોર્ડ નં.-૮નાં સફાઈ કામદાર રમાબેન ચમનભાઈ ચૌહાણ વિગેરે નિવૃત થાય છે.
તા. ૩૧-૦૧-૨૦૨૩ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સી. કે. નંદાણી, આસિ. મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ, આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણી, આસિસ્ટન્ટ મેનેજર(મહેકમ) વિપુલ ઘોણીયા, આસિસ્ટન્ટ મેનેજર(ટેક્સ) ગામેતી, આસિસ્ટન્ટ મેનેજર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) મનિષ વોરા સહીતનાં અધિકારીઓ કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.